Welcome To H And D Enterprise

આજે શુક્રવાર અને તારીખ 0૭-૦૮-૨૦૨૬. આપનો દિવસ સુખમય રહે તેવી પરમાત્મા ને પ્રાર્થના હનુમાનજી મહારાજ ની કૃપા આપના પર સદાય બની રહે કષ્ટભંજનદેવ ને પ્રાર્થના *હર હર મહાદેવ. * ૐ નમઃ શિવાય *

તમામ પ્રકારના વીમા જેવા કે *હેલ્થ ઇન્સ્યુરન્સ*બાઇક વીમો*કાર વીમો*ટ્રેમ પ્લાન *બેંક એકાઉન્ટ *ડિમેટ એકાઉન્ટ*પર્સનલ લોન*ક્રેડિટ કાર્ડ *ગોલ્ડ લોન*SIP વેગેરે માટે અમારો સંપર્ક કરો ૮૦૦૦૧૨૪૭૩૮

Buy Insurance Online

Buy Insurance Online

Secure Your Future with Best Insurance Plans

🏍️

Two Wheeler Insurance

Protect your bike with instant insurance coverage.

Buy Now
🚗

Car Insurance

Get complete protection for your car instantly.

Buy Now
🏥

Health Insurance

Secure your family with the best health plans.

Buy Now
🚚

Commercial Vehicle Insurance

Protect your commercial vehicles with ease.

Buy Now
✈️

Travel Insurance

Travel safely with worldwide insurance coverage.

Buy Now
1199

Bajaj Insurance 1199

Group Health insurance coverage.

Buy Now
🔥 આજેજ વીમો ખરીદી અને કેશબેક મેળવો • બાઈક ના વીમા પર ₹ 150 સુધી નું કેશબેક મેળવો🔥
Open Bank Account
State Bank of India
HDFC Bank
Kotak Mahindra Bank
IDFC FIRST Bank

Monday, December 16, 2024

"વન નેશન વન સ્ટુડન્ટ" અંતર્ગત વિદ્યાર્થી ઓળખ APAAR ID"

“વન નેશન વન સ્ટુડન્ટ” અંતર્ગત વિદ્યાર્થી ઓળખ APAAR ID"

ભારત સરકારની નવી શિક્ષણ નિતી મુજબ આખા દેશમાં દરેક વિદ્યાર્થીઓને એક કાયમી 12 અંકનો ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે. આ ઓળખ નંબરને APAAR ID ઓળખવામાં આવે છે.( જેને ઘણા લોકો ઇ-કેવાસી તરીકે પણ ઓળખે છે.) આ નંબર વડે બાળક બાળમંદીર (જુ. કેજી.) થી  છેક ગ્રેજ્યુએટ કે પીએચડી પછી કેમ્પસ પ્લેસમેન્ટ કે નોકરીમાં જે તે…

ભારત સરકારની નવી શિક્ષણ નિતી મુજબ આખા દેશમાં દરેક વિદ્યાર્થીઓને એક કાયમી 12 અંકનો ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે. આ ઓળખ નંબરને APAAR ID ઓળખવામાં આવે છે.( જેને ઘણા લોકો ઇ-કેવાસી તરીકે પણ ઓળખે છે.) આ નંબર વડે બાળક બાળમંદીર (જુ. કેજી.) થી  છેક ગ્રેજ્યુએટ કે પીએચડી પછી કેમ્પસ પ્લેસમેન્ટ કે નોકરીમાં જે તે વિદ્યાર્થીઓને તેના શૈક્ષણિક કે સહ અભ્યાસ પ્રવૃત્તિઓના પ્રમાણપત્રો ટ્રેક કરી વેરીફીકેશન માટે ઉપયોગી સાબિત થશે.

Semple of apaar card

આ APAAR ID શું છે?

ભારત સરકારની 2020ની નવી શિક્ષણ પોલીસી મુજબ બાળક આખા દેશમાં ગમે તે શહેરની શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવે તેના સમગ્ર એકેડમીક બાયોડેટા જાળવણી અને વેરીફીકેશન માટે આધાર કાર્ડની જેમ જ પરંતુ તેનાથી અલગ જ હેતુસર એક 12 અંકનો ઓળખ નંબર આપવામાં આવે છે, જેને APAAR ID (automatic parmenent academic account registration ID) કહેવામાં આવે છે. જે શૈક્ષણિક સત્ર 2024-25થી આખા દેશમાં લાગું પાડવામાં આવશે.

APAAR ID કેવી રીતે કામ કરે છે?

વિદ્યાર્થીના બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા જ તેની APAAR આઈડી બની જશે.(ચાલુ સ્કુલ અભ્યાસ સમયે) જેમાં વિદ્યાર્થી અને વાલીઓનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો અને આધાર નંબર નાખવામાં આવશે. આ આઈડી તેના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપયોગી થશે. વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાઓ, JEE, NEET, CUET અને અન્ય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી ફોર્મમાં આ ID અપલોડ કરવાની રહેશે. આ ID ને DigiLocker અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ, ડિગ્રી, પ્રમાણપત્ર, કૌશલ્ય અથવા અન્ય કોઈ સિદ્ધિ પૂર્ણ કરે છે, ત્યારે તેના પ્રમાણપત્રો તેમાં ઉમેરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો અલગથી તપાસવાની જરૂર રહેશે નહીં. અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ અને જોબમાં પણ આ યુનિક આઈડી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.

એકવાર આ યોજના અમલમાં મૂકવામાં આવ્યા પછી વિદ્યાર્થી દેશમાં ગમે ત્યાં જઈ શકશે. હાલમાં સ્થળાંતર પ્રમાણપત્રો અને અન્ય ખાતાકીય ગૂંચવણોના કારણે કેટલીક બાધાઓ આવતી હતી, તે હવે દુર થઇ શકે છે.

ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ apaar.education.gov.in પરથી મળતી માહિતી મુજબ દેશમાં હાલ લગભગ 34 કરોડ વિદ્યાર્થીઓને આ APAAR ID  મળી ચૂકી છે. આ APAAR ID જે તે વિદ્યાર્થીઓની સ્કૂલમાં જ બનાવી આપવામાં આવશે જેના માટે કોઈ ફી ચુકવવાની રહેતી નથી.